Orange કાઉન્ટી મતદારોના રજીસ્ટ્રાર
2025 Huntington Beach ના શહેરની વિશેષ નગરપાલિકા
ચૂંટણી
10 જૂન, 2025
જાહેર
સેવા ઘોષણા
વોઇસઓવર |
દસમી જૂન, બે હજાર અને પચ્ચીસની Huntington Beach ની વિશેષ નગરપાલિકા ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. |
Huntington Beach ના શહેરના તમામ સક્રિય નોંધાયેલા
મતદારોને મતપત્રો ટપાલ દ્વારા મોકલવામાં આવ્યા છે. |
Orange કાઉન્ટી મતદારોના રજીસ્ટ્રાર દરેક મતદારના સરળતાથી અને સુરક્ષિત રીતે મતદાન કરવાના અધિકારનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. |
તમારા મતપત્રથી મતદાન કરવાની ચાર રીતો છે. |
એક. તમે ટપાલ દ્વારા મતદાન કરી શકો છો. કોઈ ટપાલ ખર્ચની જરૂર
નથી. તમારા મતપત્ર પર દસમી જૂન સુધીમાં પોસ્ટમાર્ક લાગી જવું આવશ્યક છે. |
બે. તમે તમારા મતપત્રને Huntington Beach શહેરમાં નવ સુરક્ષિત ડ્રોપ બોક્સમાંથી એકમાં મૂકી શકો છો અથવા તેને એક ડ્રોપ ઓફ સ્થાન પર પરત કરી શકો છો... |
...અથવા ત્રણ. તેને Huntington Beach ના શહેરના કોઈપણ મત કેન્દ્ર પર લઈ જાઓ. |
Santa Ana માં મતદારોના રજીસ્ટ્રારની કચેરીમાં એક મતપત્ર ડ્રોપ બોક્સ પણ છે અને તે નિયમિત કાર્યકારી કલાકો દરમિયાન તમામ મતદાર સેવાઓ માટે ઉપલબ્ધ છે. |
અને ચાર. તમે કોઈપણ મત કેન્દ્ર પર રૂબરૂ મતદાન કરી શકો છો. |
Huntington Beach શહેરમાં પસંદગીના મત કેન્દ્રો એકત્રીસ મેના રોજ ખુલશે. Huntington Beach ના શહેરમાં બે વધારાના મત કેન્દ્રો સાતમી જૂને ખુલશે. |
દસમી જૂને રાત્રે આઠ વાગ્યે બધા મત કેન્દ્રો અને ડ્રોપ બોક્સ
બંધ થઈ જશે. અમારું એક ડ્રોપ ઓફ સ્થાન તેમના સામાન્ય કાર્યકારી કલાકો પછી બંધ થશે. |
મત કેન્દ્રોના સ્થાનો અને કલાકો માટે, મુલાકાત લો ઓ-સી-વોટ
[ડોટ] જીઓવી [સ્લેશ] વોટસેન્ટર. |
તમે અમારી વોટર હોટલાઇન આઠ-આઠ-આઠ-ઓ-સી-વીઓટીઇએસ પર પણ કૉલ કરી
શકો છો. વધુ માહિતી માટે, એ છે આઠ-આઠ-આઠ-છ-બે-આઠ-છ-આઠ-ત્રણ-સાત. |
Huntington Beach શહેર, યાદો રાખો, સરળતાથી મતદાન કરો. સુરક્ષિત રીતે મતદાન કરો. |